Mysamachar.in-ગાંધીનગર
લોકોપયોગી સરકારી યોજનાઓનો લાભ લેવામાં એકસૂત્રતા જાળવવા માટે મહત્ત્વનો નિર્ણય મુખ્યામંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રોના આવકના પ્રમાણપત્રો હવેથી ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. એટલે કે હવે દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી અરજદારોને મુક્તિ મળશે, આમ ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે સરકારી યોજનાઓના લાભ મેળવવામાં સરળતા થશે અને હવેથી લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને સમયનો બચાવ પણ થશે.