Mysamachar.in:ગુજરાત
Artificial intelligence સમગ્ર દુનિયામાં ઝડપભેર પથરાઈ રહેલી ટેકનોલોજી પૂરવાર થઈ રહી છે. હવે આ આધુનિક ટેકનોલોજી સૌનાં વોટસએપ પર પણ છવાઈ જશે. હાલમાં વોટસએપનાં બિટા યુઝર્સને આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આગામી દિવસોમાં આ સુવિધા વોટસએપનાં તમામ ધારકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વોટસએપ દુનિયાભરમાં કરોડો વપરાશકારોની પ્રથમ પસંદ છે. ઘણાં લોકો તો રાતદિવસ વોટસએપ પર એક્ટિવ હોય છે. હવે તેમાં નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. જે વોટસએપને શરૂઆતમાં વધુ આકર્ષક બનાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં વોટસએપને વધુ રોચક અને ઉપયોગી બનાવશે. હાલમાં વોટસએપનાં બિટા યુઝર્સ વોટસએપની ટેક્સ્ટ આધારિત AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટીકર બનાવી રહ્યા છે અને તેને શેયર પણ કરી રહયા છે. AI ટેકનોલોજીનાં ઉપયોગથી યુઝર્સ વોટસએપ પર મનપસંદ સ્ટીકર બનાવી શકે છે.
જો કે, વોટસએપ દ્વારા ઉપયોગમાં લેવાતું આ વિશિષ્ટ જેનરિક AI મોડેલ અજ્ઞાત છે. તેનાં વિશે ખાસ કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી. વેબ પર જો કે એવો દાવો કરવામાં આવે છે કે, મેટા દ્વારા ઓફર કરવામાં આવેલી સુરક્ષિત ટેકનોલોજીનો તે ઉપયોગ કરે છે.
WABetainfo કહે છે: આ સુવિધા ઈન એપ સ્ટીકર પેનલથી ઉપલબ્ધ છે. તમે તમારી ચોઇસ દર્શાવીને સમાન સ્ટીકર મેળવી શકો છો. આ સ્ટીકર પોસ્ટ કરી શકાય છે અને શેયર પણ કરી શકાય છે. ખોટા સ્ટીકર અંગે રિપોર્ટ પણ કરી શકાય છે. આ ઓપ્શન છે પરંતુ આ ટેકનોલોજી કેવા પ્રકારના સ્ટીકર જનરેટ કરી શકે છે તે અંગે હજુ વધુ વિગતો બહાર આવી નથી. અને સ્ટીકરનાં પ્રકાર સંદર્ભમાં સુરક્ષા અંગે શું પગલાં લેવામાં આવ્યા છે ? તેની પણ વિગતો હાલ જાણકારીમાં નથી.






