Mysamachar.in-ગાંધીનગર:
સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. આ ઉપરાંત અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે. જેથી હવે આરટીઆઇ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવાયેલી ઓનલાઇન આર.ટી.આઇ વ્યવસ્થા તબક્કાવાર ખાતાના વડાની અને જિલ્લા કચેરીઓમાં પણ મળતી થશે.
નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. આ પોર્ટલ અંતર્ગત ધીરે ધીરે સમગ્ર ગુજરાતનાં તમામ સરકારી વિભાગોને આવરી લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આરટીઆઇ દ્વારા સામાન્ય નાગરિક કોઇ પણ માહિતી મેળવવા માટે સક્ષમ બનતો હતો. જો કે આ અરજી કરવા માટે દોડાદોડી કરવી પડતી હતી. જો કે હવે અરજદાર ઇચ્છે તો આ અરજી ઓનલાઇન પણ કરી શકશે. અત્રે નોંધનીય છે કે આનાથી કાગળનો પણ બચાવ થઇ શકશે. સરકાર પહેલાથી દરેક કામગીરી ડિજિટલ થાય તે માટે પ્રયાસો કરી રહી છે. આ અનુસંધાને સરકારનું વધારે એક પગલું છે.
રાજ્યના પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરીકો મેળવી શકે તે માટે માહિતી અધિકાર અધિનિયમની સેવા ઑનલાઇન કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી..આ સંદર્ભે રાજયકક્ષાએ સચિવાલયથી શરૂ કરીને તબક્કાવાર જલ્લાની કચેરીઓ સુધી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ઓનલાઈન અરજી કરી શકે તેવી કાર્યપધ્ધતિ વિકસાવવાનું અને તે અંગે માળખાકીય સુવિધા ઉભી કરવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
-આ સેવાઓ મેળવવા માટે અરજદારોએ સરકારી વેબ સાઇટ https://onlinerti.gujarat.gov.in ઉ૫૨ અરજી ક૨વાની ૨હેશે
-અરજદાર પોતાના મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલથી છટ્રેશ/લોગીન કરી શકશે.
-આ સેવા મેળવવા માટે અરજદારે અરજી દીઠ અરજી ફી તરીકે રૂપિયા 20 ચૂકવવાના રહેશે.
-આ પોર્ટલ અંગેની માર્ગદર્શક પુસ્તિકા (ગુજરાતી અને અંગ્રેજીમાં). Right to Intormation Web Portal of લોગીન પેજ ઉપર ઉપલબ્ધ છે
-આ સેવા પ્રથમ તબક્કે સચિવાલયના વિભાગોમાં ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી શરૂ કરવામાં આવે છે.
-નાગરીકોને ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી માર્ગદર્શન અથવા ફરીયાદ નિવારણ માટે ઇ-મેઇલ એડ્રેશ-onlinerti-support gujarat.gov.in. હેલ્પ ડેસ્ક નંબર 079-232-58077નો સંપર્ક કરવાનો રહેશે.