Mysamachar.in-ગુજરાત:
ફ્રોડ કોલ્સ એ એક મોટી સમસ્યાઓ છે. ફોન કોલ્સ દ્વારા થનારી છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. સર્ચ એન્જિન કંપની ગૂગલ દ્વારા હમણાં જ Verified Calls ફીચરની જાહેરાત કરવામાં આવી છે. તે ફીચરને Google Phone એપ્લિકેશનનો ભાગ બનાવવામાં આવી રહ્યું છે. ગુગલની આ સુવિધાના વપરાશકર્તાઓને જણાવાશે કે તેને કોણ કૉલ કરી રહ્યું છે? કૉલ શા માટે આવ્યો છે? અને કોલરનો લોગો પણ બતાવવામાં આવશે.
ગૂગલ દ્વારા નવી સુવિધા લાવવા પાછળનું મોટું કારણ આચરવામાં આવતી છેતરપિંડીને કાબૂમાં લેવાનું છે. આ સુવિધા TrueCaller એપ્લિકેશનને સીધી સ્પર્ધા આપી શકે તેમ છે. Verified Calls ફીચરને લાવીને વપરાશકર્તાઓ ફોન કોલ્સ મારફતે થતી છેતરપિંડીથી ખૂબ સરળતાથી બચી શકશે. હવે આનાથી કોઈ પ્રકારનાં વ્યવસાયિક કોલ્સમાં વપરાશકર્તાને દેખાશે કે તેને કોણ અને શા માટે કૉલ કરી રહ્યું છે. આ સિવાય ગૂગલ દ્વારા વેરિફાઇ કરવામાં આવેલ નંબર પર બિઝનેસનો વેરિફાઇડ બેચ પણ દેખાશે. અત્યારે તો TrueCaller એપ્લિકેશન પણ પોતાના વપરાશકર્તાઓને આ પ્રકારનું કોઈ ફંક્શન આપે છે અને Google Phone એપ્લિકેશનમાં આ સુવિધા આવી જતા આ ફીચર ઘણા વપરાશકર્તાઓના હેન્ડસેટનો એક ભાગ થઈ જશે. તે માટે પાછી કોઈ એપ્લિકેશનને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. તેમજ ગૂગલ Verified Calls જ TrueCaller એપ્લિકેશનનું કામ કરી દેશે. એક બ્લોગ પોસ્ટમાં ગૂગલે લખ્યું છે કે પાયલોટ પ્રોગ્રામના પ્રારંભિક પરિણામો ખૂબ સારા આવ્યા છે અને વપરાશકર્તાઓને તેનો લાભ અવશ્ય મળશે.
ગૂગલની જે શ્રેણીનાં ઉપકરણો છે તે ઉપરાંત ઘણાં એન્ડ્રોઇડ ફોન કે જેમાં તે ડિફોલ્ટ ડાયલરનું કાર્ય Google Phoneના એપ્લિકેશનના માધ્યમથી થતું હોય છે. તે તમામ ફોનમાં નવું ફીચર હવે પછી આ અપડેટ્સ સાથે ઉપલબ્ધ થશે. મોબાઈલમાં Google Phone એપ્લિકેશન ન હોઈ તો તે ગૂગલ પ્લે સ્ટોર પર છે. ગૂગલનું આ નવું ફીચર યુઝર્સને જે આવતા કૉલ્સ બાબતની માહિતીની એ સુવિધા આપશે તે હજુ સુધી TrueCaller એપ્લિકેશનમાં પણ નથી. આ ફીચર ગૂગલ દ્વારા ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યુ.એસ. સહિત વિશ્વભરમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. જે એકદમ સાયબર ક્ષેત્રે ખૂબ લાભદાયી બની રહેશે.