Mysamachar.in-ગાંધીનગર:
દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે રાજ્યના ગૃહવિભાગ દ્વારા દિવાળીને લઈને કેટલીક ચોક્કસ બાબતો પર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, દિવાળીનાં તહેવારોમાં ફટાકડાનો સમય નક્કી કરવામાં આવ્યા મુજબ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે તો ઓનલાઈન ફટાકડાનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે ગુજરાતીઓ દિવાળી ઉજવવા થનગનાટ કરી રહ્યાં છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારે સમય મર્યાદા રાખી છે. સરકારના જાહેરનામા મુજબ, રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.દિવાળીના તહેવારને લઈ ગૃહ વિભાગ દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. રાજ્યમાં ઇ-કોમર્સ વેબસાઈટ અને ઓનલાઇન તમામ ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ગુજરાતમાં રાત્રે 8 થી 10 માં જ ફટાકડા ફોડી શકાશે. નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી સવારે 12.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે. સાથે જ રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ રાજ્યમાં જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય.