Mysamachar.in-ગાંધીનગર:
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ અને નેશનલ ઈલેકશન વોચએ દેશભરના CMના ચૂંટણીઓ સંબંધિત સોગંદનામાઓ ચકાસીને જાહેર કર્યું કે, આંધ્રપ્રદેશના CM નાયડુ રૂ. 931 કરોડની સંપત્તિઓ સાથે સૌથી વધુ શ્રીમંત CM છે, બંગાળ CM મમતાની સંપત્તિ સૌથી ઓછી છે. રૂ. 8.22 કરોડની સંપત્તિઓ સાથે પંદરમા ક્રમે રહેલાં ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલ ડિપ્લોમા ડિગ્રી ધરાવતા એકમાત્ર CM છે અને એમના વિરુદ્ધ એક પણ ફોજદારી કેસ નથી. તેલંગણાના CM રેવંત રેડ્ડી વિરુદ્ધ સૌથી વધુ 89 ફોજદારી કેસ છે. કુલ 31 પૈકી 13 CM વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલાં છે. ભૂપેન્દ્ર પટેલ પર કોઈ જ ‘દાગ’ નથી.