Mysamachar.in-રાજકોટ:
રાજકોટ ડિવિઝન માં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શન માં નોન-ઇન્ટરલોકીંગ કામગીરીના લીધે 29.06.2024 થી 08.07.2024 સુધી રેલ વ્યવહારને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર09480 ઓખા-રાજકોટ લોકલ 30.06.2024 થી 07.07.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર09479 રાજકોટ-ઓખા લોકલ 01.07.2024 થી 08.07.2024 સુધી હાપા થી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 29.06.2024 થી 07.07.2024 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 30.06.2024 થી 08.07.2024 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 29.06.2024,01.07.2024, 04.07.2024 અને 06.07.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રા થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 30.06.2024,02.07.2024, 05.07.2024 અને 07.07.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.