Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
લોકડાઉન અમુક લોકો માટે અવસર બની ગયુ હતુ જેમની મજબુરી હતી સાથે અતિ જરૂરી વસ્તુ લેવી જ હતી તેમના શોષણ કરી પોષણ મેળવનારા ફુટી નીકળેલા અને તગડી કમાણી કરી લેવાઇ આ પરિસ્થિતિ હાલારના બંને જિલ્લાઓથી માંડી સૌરાષ્ટ્રભરમા છવાયેલી રહી હતી, કેમ કે આમ બધુ બંધ પરંતુ બે કે ત્રણ વિભાગોની મીઠી નજર હેઠળ પાછલા બારણે બધુ જે પ્રતિબંધીત હતુ તે મળતુ જ હતુ પરંતુ ભાવ અનેક ગણા લેવાતા હતા, આવા અસંખ્ય દાખલાઓ સૌ જાણે જ છે પરંતુ તમાકુ પાન મસાલા વગેરેમા જામનગર જિલ્લાના અમુક ગામોની જેમ ભાણવડ પણ ખુબ વગોવાયુ જો ત્યા સતાવાળાઓએ ધાર્યુ હોત તો ગ્રાહક સુરક્ષાની કલમો હેઠળ પગલા લેવાઇ શક્યા હોત પરંતુ ગ્રાહકોની વેદનાને વાચા ન મળી અન નિરાકરણ પણ મળ્યુ ન હતુ,
લોકડાઉનના છેલ્લા તબક્કામાં સરકારે પાન-બીડીના ધંધાર્થીઓને છુટ આપતા બે માસથી રોજે-રોજનું કરીને ગુજરાન ચલાવતા નાના પાન-બીડીના ગલ્લાવાળાઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પરંતુ ભાણવડ શહેરના પાન-બીડી અને તમાકુના હોલસેલરો માટે આ લોકડાઉન કાળા બજારનો શાનદાર અવસર બની રહેલો અને માવા-મસાલાના બંધાણીઓને તકનો લાભ ઉઠાવતા ગ્રાહકોને લુંટયા હતા, અને આ આઠથી દસ ગણા નફાનો ધંધો ચોથા લોકડાઉનમાં છુટછાટ બાદ બંધ પડી જતા તમાકુ-બીડી-સોપારીના ઓરીજીનલ ભાવથી વધુ ભાવ લેવાની લ્હાયમાં કૃત્રિમ અછત ઉભી કરી નાના ગલ્લાવાળાઓને અપુરતો માલ વહેંચી પાછલા બારણેથી કાળાબજારમાં માલ વ્હેચવાનું ચાલુ રાખેલ અને રોજેરોજનું કમાઇને ગુજરાન ચલાવતા નાના પાન-બીડીના ગલ્લાવાળાઓના મોઢેથી કોળીયો ઝુંટવી રહેતા આખરે આ લોકોએ હોલસેલરો વિરૂધ્ધ મામલતદારને રજૂઆત કરી હતી જ્યાંથી તેમને નબળો પ્રતિસાદ જ મળ્યો હતો આખરે કલેકટરને જાણ કરતા તેમના તરફથી આશ્ર્વાસન આપવામાં આવેલ.
બે માસ જેટલો સમય ઘરે બેસવું પડયું હતું આખરે સરકારને ચોથા લોકડાઉનમાં પાન-મસાલાના ધંધાર્થીઓને છુટ આપતા આ લોકોને રાહત થઇ હતી પરંતુ છુટ મળવાના એક સપ્તાહ બાદ પણ હોલસેલરોની લાલચી નિતીને કારણે શોષાવુ પડી રહ્યું છે અને બીડી-માવાના બંધાણીઓને કાળાબજારથી વધુમાં વધુ માલનું વેચાણ કરી રહ્યા છે. હાલ બંધાણીઓની સ્થિતિ એવી છે કે, બજારમાં નાના પાન-બીડીના દુકાનદારો પાસે મર્યાદિત સ્ટોકને કારણે તેમની જરૂરીયાત મુજબનો સામાન ન મળતા હોલસેલરોનો સંપર્ક કરે છે અને ઉંચા ભાવ આપીને તેમની પાસેથી તમાકું અને બીડીનો જથ્થો લેવાની ફરજ પડે છે અને વ્યાજબી ભાવે માલ વેચતા નાના ગલ્લાવાળાઓના ગ્રાહકોને ખેંચી લઇ હોલસેલરો તકનો ભરપુર લાભ લઇ રહ્યા છે.
હોલસેલરો દ્વારા હાલમાં તમાકુના એક ટીન પર પ્રિન્ટભાવ કરતા રૂપિયા સવાસોથી દોઢસો, બીડીના એક બાંધા પર દોઢસોથી પોણા બસ્સો રૂપિયા વધુ લઇને પણ રીટેલરોને મર્યાદિત જથ્થો પુરો પાડવામાં આવે છે જેથી બજારમાં કાયમ તમાકુ-બીડીની અછત જ રહે જેનો લાભ એ લોકો ઉઠાવી રહ્યા હતા. ત્યારે આ અંગે ભાણવડ રીટેલ પાન-બીડી એસો.એ મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રાવ કરવા જતાં પહેલા તો મામલતદારે સ્પષ્ટ સંભળાવી દીધુ કે, આ અમારી જવાબદારીમાં ના આવે અને આવેદનપત્ર સ્વીકાર્યુ ન હતું જે બાદમાં અન્ય કર્મચારીએ સ્વીકારેલ. રીટેલ એસો.એ કલેકટરનો ટેલીફોનિક સંપર્ક કરી પોતાની વેદના રજૂ કરતા કલેકટરે તેમને એક-બે દિવસમાં જ ઠીક કરવાનું આશ્ર્વાસન આપ્યુ હતું ત્યારે ભાણવડ મામલતદાર અને પોલીસ તંત્રનું હોલસેલરો પ્રત્યેનું કુણું વલણ આટલા મોટા હોબાળા પછી પણ ચાલુ જ રહેતા હોલસેરો પર મીઠી નજરના જે અહેવાલો માં તથ્ય તો લાગી જ રહ્યું હતુ,
પોલીસ દ્વારા જાહેરનામા ભંગના ગુન્હામાં કેસ કરવાને બદલે હોલસેલરોને માત્ર ઠપકો આપી છોડી મુકવા, સામાન્ય વેપારીઓની દુકાનો પર ચાર ગ્રાહકોથી વધુ એકઠા થવા પર કેસ કરવામાં આવે પરંતુ હોલસેલરોની દુકાનોમાં ટોળા મોઢે લોકો હોય છતાં આંખ આડા કાન કરવામાં આવે છ ઉલ્ટું કોઇ શુટીંગ કરતા હોય તો તેને અટકાવવામાં આવે એ ઘણું બધુ સુચવી જાય છે. તમાકુ-બીડીના હોલસેલરો ખુલ્લેઆમ કાળાબજાર કરતા હતા અને પ્રતિબંધ છતાં જાહેરમાં ફાકી-મસાલાના વેપારી થતા હતા તેના તરફ તંત્રનું ધ્યાન જ ન પડે એ શું સુચવે છે? અને તાલુકા કક્ષાથી માંડી જિલ્લા કક્ષા સુધી ગ્રાહકોએ રજુઆત કરી પરંતુ કંઇ પગલા હજુ સુધી લેવાયા નહીં