Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના જે શહેરોમાં રાત્રી કર્ફ્યું છે ત્યાં આજથી એક કલાકની રાહત લોકોને મળશે, એક દિવસ પહેલા ગુજરાતમાં રાત્રિ કરફ્યૂમાં સમય ઘટાડાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ આજે 28 મેના રોજ રાતથી શરૂ થશે. ગુજરાતના 36 શહેરોમાં આજ રાતથી કરફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. અગાઉ કરફ્યૂનો સમય 8 થી 6 સુધીનો હતો, જે બદલીને હવે 9 થી 6 નો કરાયો છે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતા મુજબનો જ રહેશે.