Mysamachar.in-કચ્છઃ
આ વખતે જાણે કે મેઘરાજા વિદાય લેવાના મૂડમાં જ ન હોય એમ લાગી રહ્યું છે. ફરી એકવાર રાજ્યમાં બે જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોન સર્ક્યૂલેશન સર્જાયું છે, જેના કારણે કચ્છ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન ખાતાના જયંત સરકારે જણાવ્યું કે કચ્છ અને બનાસકાંઠાને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે આગામી થોડા દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે. બીજી બાજુ બુધવારે નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ દરમિયાન પવનની દિશા પણ ઉત્તર તરફી થઇ જશે જેના લીધે રાજસ્થાન પર લો પ્રેશર સર્જાયું છે. અરબી સમુદ્રમાં જે સાયક્લોન થવાનું હતું તે જતું રહ્યું છે જેના કારણે હાલ માછીમારોને કોઇ ચેતવણી કરવામાં આવતી નથી. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.