Mysamachar.in-ગુજરાત:
ગુજરાતના દરિયામાંથી વધુ એક વખત નશીલા પદાર્થોની ફેરાફેરીને નિષ્ફળ બનાવવામાં સુરક્ષા એજન્સીઓ સફળ થઇ છે, જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ છે.મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.