Mysamachar.in-સુરત
આજકાલ સગીરાઓ પર દુષ્કર્મ અને બાદમાં અંગતપળોના વિડીયો ઉતારી લઇ અને બ્લેકમેલીંગ કરવાનું શરુ થાય છે, સુરતમાં આવી જ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે, જ્યાં કતારગામ ડેરી ફળીયુ વિસ્તારમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યા બાદમાં યુવકે તેની પ્રેમીકા સાથેના દુષ્ક્રમની અંગતપળોનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ઘરમાંથી રૂપિયા 2.80 લાખની ચોરી કરાવી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કુશે ઓગસ્ટ 2020માં બાદ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરૂધ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા. અને તેનો પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો.ત્યારબાદ કુશ પટેલે અંગતપળોનો વીડિયોના આધારે સગીરાને તારે હું કહુ તેમ કરવુ પડશે. તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણો બન્નેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી.
કુશ પાસે સગીરાના અંગતપળોનો વીડિયો હોવાથી સગીરા પણ મુંજવણમાં મુકાઈ ગઈ હતી અને શું કરવું અને શું ના કરવું તેનું ભાન ના રહેતા કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 2.50 લાખ ઘરમાંથી તથા તેના ભાઈના ઘરમાંથી રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2.80 લાખ ઘરમાંથી ચોરી કરી કર્યા હતાં અને આ પૈસા કુશ પટેલને આ્પ્યા હતાં. બનાવ અંગે પોલીસે સગીરાના પરિવારની ફરિયાદને આધારે કુશ પટેલ સામે બળાત્કાર સહિતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.પણ આ કિસ્સો આજના યુવકો પર જલ્દી ભરોસો કરી લેતી યુવતીઓ માટે લાલબતી સમાન છે.