Mysamachar.in-વલસાડ
રાજ્યના યુવાઓને નશામાં ધકેલવા માટેના ડ્રગ્ઝની ડીલીવરી થાય તે પૂર્વે જ મેગા ઓપરેશન ગુજરાતમાં સફળ થયું છે, ગુજરાતના વાપી વલસાડમાં નારકોટીકસ કંટ્રોલ બ્યુરોએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં વાપીમાંથી એમ.ડી. એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે, 4.5 કિલો એમ.ડી. ડ્રગ્સ અને 85 લાખની રોકડ સાથે બે શખ્સો પ્રકાશ પટેલ અને સોનુ રામ નિવાસને ઝડપી પાડવામાં આવ્યા છે, MD ડ્રગ્સની ડીલીવરી થયા તે પૂર્વે જ જપ્ત કરી લેવાયુ છે. NCBના અધિકારીઓની ટીમે વાપીમાંથી 85 લાખની રોકડ જપ્ત કરી છે MD ડ્રગ્સનું ઉત્પાદન અને તેની હેરાફેરી કરવાની ષડ્યંત્રમાં પ્રકાશ પટેલ અને સોનુ રામનિવાસની ધરપકડ કરવામાં આવી છે, NCBના અધિકારીઓ વાપીની આ ફેક્ટરી અને આરોપીઓના નિવાસસ્થાન ઉપર છેલ્લા 20 કલાક જેટલા સમયથી સતત જીણવટભરી વોચ રાખીને બેઠા હતા.MD ડ્રગ્સ ડીલીવરી માટે વાપીની ફેક્ટરીમાંથી બહાર નિકળી રહ્યુ હતુ તે વખતે NCBની ટીમે આ જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.