Mysamachar.in-જામનગર:
ભારતીય જનતા પાર્ટી ભલે ૨૨ વર્ષથી ગુજરાતમાં રાજ કરે પરંતુ કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો પણ છે અને વર્ષોથી કોંગ્રેસના કાર્યકર તરીકે પક્ષને મજબૂત કરવા મહેનત કરી રહ્યા છે. આવા જ એક કોંગ્રેસના વિચારધારા સાથે જોડાયેલા કોંગ્રેસના આગેવાન અને વકીલ દિલિપસિંહ જાડેજાએ પોતાની જીતના દાવા સાથે આજે જામનગર ગ્રામ્યની બેઠક પર દાવેદારી નોંધાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે,

જામનગર ગ્રામ્યની બેઠક પર આજે કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ઘણા લોકોએ દાવેદારી કરી છે, પરંતુ આ દાવેદારીમાં જામનગર તાલુકાના ગાગવા ગામના વતની એવા વકીલ દિલિપસિંહ જાડેજાએ સચોટ ગણિત અને આંકડાકીય માહિતી સાથે અને આ વિસ્તારમાં રોજગારી, ખેડૂતોના પ્રશ્ને પ્રદૂષણના મામલે લડત આપતા હોય ત્યારે આ મુદ્દા સાથે જામનગર ગ્રામ્યની બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરીને નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે,

કેવી રીતે જામનગર ગ્રામ્ય બેઠક જીતી શકાય તે વ્યુહરચના પણ દિલીપસિંહ જાડેજાએ ઘડી કાઢી છે, ત્યારે જામનગર ગ્રામ્યની બેઠક પર શિક્ષિત અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા દિલિપસિંહ જાડેજા નામ પર ઉમેદવાર તરીકે મહોર મરાય તેવી પૂરેપુરી શક્યતા હાલ તો નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે અને અન્ય હરીફ દાવેદારોની વચ્ચે દિલીપસિંહ જાડેજાનું નામ ઉમેદવારોના રાફડા વચ્ચે મોખરે ચાલી રહ્યું છે.
