Mysamachar.in-સુરત
સુરત શહેરની એક હોટેલમાં પ્રેમી સાથે ગયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતા મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ વધુ ખુલાસો થઇ શકશે, ગત 31 ડીસેમ્બરની રાત્રીના સુરત શહેરના પીપલોદ વિસ્તારની ઓયો હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. યુવતી પોતાના પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે,
કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી (ઉં.વ.22) પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ સવારે ઊંઘમાંથી નહિ જાગતાં પરિવારને જાણ કરી 108માં સિવિલ લઈ આવ્યાં હતાં, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જો કે હવે તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અને પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.