mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલા લાવડિયા ગામ નજીક એક યુવકને બોથડ પદાર્થોના ઘા ઝીંકી હત્યા નીપજાવી ને અજાણ્ય ઇસમો ફરાર થઇ ચુક્યા છે,તો બનાવને પગલે મોડીરાત્રીના જી.જી.હોસ્પિટલ ખાતે ભાનુશાળી સમાજના લોકોના ટોળા મોટી સંખ્યામાં એકત્ર થઇ ચુક્યા હતા,

આ હત્યાના બનાવમા લાવડિયા ગામે વસવાટ કરતાં અને ખેતીકામ સાથે ઇલેક્ટ્રિકની દુકાન પણ ચલાવતા મનીષ ઉર્ફે ધર્મેશ ચાંદ્રા નામનો યુવક પોતાની મોટરસાયકલ પર લીલું ભરીને જતા હતા ત્યારે લીલું અડી જવાને કારણે અથવા તો બીજા કોઈપણ કારણોસર બે થી ત્રણ જેટલા અજાણ્યા ઇસમોએ ધર્મેશ ને માર મારી પથ્થરો વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડતા ધર્મેશ ને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું,

બનાવની જાણ થતા પંચકોશી બી ડીવીઝનના પીએસઆઈ વાળા,દીપકભાઈ પટેલ,કિશોરભાઈ રાઠોડ સહિતનો કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો,પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અને અજાણ્યા ઇસમો સામે હત્યાની કલમ હઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,
