Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં અને ખાસ કરીને મુખ્યમાર્ગો પર કોઈપણ જાતની મંજૂરીઓ વિના ગમે ત્યાં પોતાના ધંધાના બોર્ડ અને બેનરો લગાવી દેનારા પર મનપાની એસ્ટેટ શાખાએ તવાઈ બોલાવી છે અને આવા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી છે દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક ધંધાર્થીઓએ પોતાના ધંધાની જાહેરાત માટે શહેરમાં ઈલેક્ટ્રીક પોલ, સ્ટ્રીલ લાઈટના પોલ, વૃક્ષોની પાંજરામાં આડેધડ જાહેરાત માટે બોર્ડ અને બેનરો લગાડી અને શહેરને કદરૂપું કરી રહ્યા હતા જેથી આવા તમામ આડેધડ મુકાયેલા બોર્ડ અને બેનરો જપ્ત કરવાની જામ્યુકોની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બેનરો, બોર્ડ જપ્ત કરવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી છે જેમાં
જેમાં 2025 બોર્ડ, બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં સોમવારે એક જ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 835 બોર્ડ અને બેનરો જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ હવે જે કોઈપણ સંસ્થા કે વેપારીઓના આ બેનરો કે બોર્ડ છે તેની પાસેથી દંડનીય વસુલાતની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.