Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘમહેરને પગલે અમુક વિસ્તારોમાં મેઘકહેર પણ જોવા મળી રહી છે, બે દિવસ પહેલાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં એકસાથે થયેલા ૧૩ ઇંચથી વધુ વરસાદના કારણે નાગરિકોને વેઠવી પડેલી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ મળે, થયેલ નુકશાન માટે સર્વે થાય અને ત્વરિત નિકાલ આવે તે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લના સંસદસભ્ય પૂનમબેન માડમએ અધિકારીઓની સાથે ગામની મુલાકાત લઈ, વિવિધ સ્થાનોની ચકાસણી કરી, યોગ્ય પગલાં લેવાનું સૂચન કરીને, ગામવાસીઓ સાથે બેઠક કરી અને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી સત્વરે તેનું નિકાલ કરાવવાની પણ તેવોએ સ્થાનિકોને ખાત્રી આપી હતી.અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જ્યાં પણ આ રીતે કુદરતી આપત આવી પહોચે ત્યાં એક જનપ્રતિનિધિની ફરજ સુપેરે નિભાવવા સાંસદ પુનમબેન સક્રિયતા થી જે-તે સ્થળે પહોચી જઈ અને લોકો સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોનું નિરાકરણ સમયસર આવે તેવા પ્રયાસો કરતાં હોય છે.