Mysamachar.in-સુરત:
ભાષાથી અભિવ્યક્તિ-સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યુ હતુ તેઓએ સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં મનનીય વ્યકતવ્ય આપ્યુ ત્યારે સૌ મંત્ર મુગ્ધ થઇ ગયા હતા કેમકે દૈવીભાષા નુ મુલસ્વરૂપ ધરાવતી હિન્દી ભાષા એક આગવુ અને રાષ્ટ્રીય સ્તર ધરાવે છે તેમ આ તકે સાસંદ પૂનમબેને જણાવ્યુ હતુ, ઉલ્લેખનીય છે કે સુરત ખાતે યોજાયેલ અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ વખતે જામનગરના સાંસદ પૂનમબેનને સંમેલન દરમ્યાન એક મહત્વના સેશનમા અધ્યક્ષતાનુ ગૌરવ સાંપડ્યુ તે જામનગર-દ્વારકા બને જિલ્લાનુ અને ગુજરાતી સંસદસભ્ય માટે ગૌરવપ્રદ હોય તે સ્વાભાવિક છે તેમ વિશ્લેષકો કહે છે,
હિન્દી દિવસ સમારોહ-2022 નિમીતે બીજું અખિલ ભારતીય રાજભાષા સંમેલન તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ હતું. જેમાં મુખ્ય અતિથી તરીકે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા વિભાગના અમીત શાહની ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતી રહી હતી આ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ દ્રારા ‘’ ભાષા ઈ સમન્વય કી ભાષા હૈ હિન્દી” વિષય ઉપર તેમના વિચારો વ્યક્ત કર્યા હતાહિન્દી ભાષા પ્રત્યે સાંસદ તરીકે પૂનમબેનને વિશેષ આદર છે અને માતૃભાષા ગુજરાતી પ્રત્યે એક માતા જેવો સબંધ છે. હિન્દી ભાષાને સન્માન આપવું એ અન્ય ભાષાઓનું અપમાન ન હોઈ શકે પરંતુ હિન્દી ભાષા સૌને મત મતાંત૨ છોડીને એકત્વ સાધવાની પ્રેરણા આપે છે,
હિન્દી ભાષા એ આઝાદીના સમયથી સ્વતંત્રતા સેનાનીઓ વચ્ચે પરસ્પર સંક્લનનું કાર્ય કર્યુ છે. ભારતીય બંધારણ સભાએ તા.૧૪ સપ્ટેમ્બર 1947 ના રોજ હિન્દીને રાજભાષા તરીકેનો સ્વીકાર કર્યો છે. રાજભાષાના વિકાસ માટે સંવિધાનમાં પણ જોગવાઈઓ થયેલ છે અને હાલની સરકાર પણ હિન્દી ભાષાને પરસ્પર સંકલન સાથે એક ઉચ્ચ સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ છે, સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ વિષય ઉપર રજુ કરેલ તેમના વક્તવ્ય અને વિચારોના ઉંડાણ અને હિન્દી દિવસ ને સાર્થક કરતા વિચારો અને મુદાઓની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે આ સમારોહ સ્તુત્ય બની રહ્યો હતો,
આ તકે તેમના સંદેશામા પૂનમ માડમએ જણાવ્યુ હતુ કે રાજભાષા સંમેલનમા ઉપસ્થિત રહેવાનો તેમજ નિષ્ણાંતો સાથે પરામર્શનો અવસર સાંપડ્યો હતો આ તકે તેમણે અનુરોધ કર્યો છે કે હિન્દી ભાષાના મહત્વની આપણે સૌ જાળવણી કરી હિન્દીના મુલ્યો વિશેષતા અને સાહિત્યને વધુ બુલંદી અપાવીએ તે સમયની મા્ગ છે તેમજ રાષ્ટ્રભરમા એકસરખી અભિવ્યક્તીની ધરી છે.