Mysamachar.in:જામનગર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 મા જન્મદિવસને અનુલક્ષીને સેવા પખવાડિયા અનુસંધાને જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત તથા સ્વ. હેમંતભાઈ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત નિઃશુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 23-09-2023(શનિવાર), હરિયા કોલેજ ગોકુલનગર જકાતનાકા પાસે જામનગર ખાતે સવારે 9-00 થી સાંજે 6-00 સુધી આયોજન કરવામાં આવ્યું છે, આ સર્વરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ રોગોના નામાંકીત નિષ્ણાંત ડોકટરો દ્વારા આવનાર દર્દીઓના રોગનું નિદાન કરી જરૂરી દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે, આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર જનતાને સાંસદ પૂનમબેન માડમ દ્વારા અનુરોધ કરાયો છે.