Mysamachar.in-જામનગ૨:
જામનગ૨માં કાર્ય૨ત સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સ૨કારી શ્રી ગુરૂ ગોવિંદસિંધ હોસ્પીટલ, કોવિડ-૧૯ હોસ્પીટલને પી.એમ઼કેર્સ ફંડમાંથી 50 વેન્ટીલેટ૨ ફાળવવામાં આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જામનગ૨-દેવભૂમિ દ્રા૨કા જીલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ આભા૨ વ્યક્ત ર્ક્યો છે.સમગ્ર રાષ્ટ્ર કોવિડ-19 ની મહામારી સામે જંગ લડી ૨હયુ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ ૨હયુ છે, તેમજ આ સજજતાના ભાગરૂપે પી.એમ઼કેર્સ ફંડ માંથી મહત્વનું યોગદાન આપવામાં આવી ૨હયુ છે, જેના ભાગરૂપે રાષ્ટ્રભ૨માં જયાં જયાં ગંભી૨ પરીસ્થિતી હોય અને તાતી જરૂરીયાત હોય તે પુરી ક૨વા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદેશનુસા૨ સંપૂર્ણ સેવાઓ પુરી પાડીને રાષ્ટ્રના જન જનના આરોગ્યની ચિંતા ક૨વામાં આવી ૨હી છે.
જામનગ૨માં જી.જી.હોસ્પીટલમાં કાર્ય૨ત કોવિડ-19 હોસ્પીટલમાં જામનગ૨ જીલ્લા સહીત આજુબાજુના જીલ્લાઓમાં દર્દીઓ સા૨વા૨ માટે આવે છે, જેમાં કોરોનાના ગંભી૨ દર્દીઓને અમુક વખતે વેન્ટીલેટ૨ પ૨ રાખવાની પરીસ્થિતી ઉભી થાય છે, ત્યારે જી.જી.હોસ્પીટલને કોરોના સામેના જંગમાં વધુ સજજ ક૨વા માટે અને દર્દીઓના હીત માટે પી.એમ઼કેર્સ ફંડ માંથી 50 વેન્ટીલેટ૨ ફાળવવામાં આવ્યા છે. આ અત્યંત જરૂ૨ી સેવાના માનવતા સભ૨ નિર્ણય અને ફાળવણી બદલ સંસદસભ્ય પૂનમબેન માડમએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભા૨ વ્યક્ત ર્ક્યો છે અને આશાવ્યક્ત કરી છે કે જામનગ૨ની જી.જી.હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓની ક્રીટીકલ સંજોગોમાં હવે વધુ સારી રીતે સા૨વા૨ થઈ શકશે.