Mysamachar.in-
સમગ્ર રાજ્યમાં સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લાંચનું દુષણ કેટલી હદે વ્યાપક બની ગયું છે એ વાતની ખાતરી આ આંકડાઓ પરથી દેખાઈ આવે છે કે, ACBએ રાજ્યમાં 120 દિવસમાં 109 સરકારી અધિકારીઓને લાંચ લેતાં ઝડપી લીધાં છે, જેમાં સૌથી વધુ ગાંધીનગર અને અમદાવાદમાં ઝડપાયા.

સરકારના આદેશ મુજબ ACB ભ્રષ્ટાચારમુકત ગુજરાતની ઝુંબેશ ચલાવી રહ્યુ છે. રાજ્યમાં ACBના જુદા જુદા યુનિટ દ્વારા આ કાર્યવાહીઓ થઈ છે, જેને કારણે અધિકારીઓના કાન અને મગજ સરવા થઈ ગયા છે અને ‘દાગી’ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જૂદાજુદા 9 યુનિટ દ્વારા આ વર્ષના પ્રથમ 4 મહિનામાં કુલ 76 ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં આ 109 અધિકારીઓ ઝડપાઈ ગયાનું જાહેર થયું છે.(symbolic image)
