Mysamachar.in-ભાવનગર:
આપણે ત્યાં અત્યારસુધી પૈસા,પાણી અને દુધના એટીએમ સાંભળવામાં આવ્યા હશે,પણ વિકસતી જતી ટેકનોલોજી સાથે હવે તમને ક્યાંક હેલ્થ એટીએમ જોવા મળે તો પણ નવાઈ ના પામતા…રાજ્યમાં ભાવનગર જીલ્લાપંચાયત પ્રથમ પ્રયાસ કરી આગામી દિવસોમાં હેલ્થ એટીએમની સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે.પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૨ હેલ્થ એટીએમ બાદ ૬ એટીએમની સુવિધા ઉપલબ્ધ કરશે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી તો ઠીક પરંતુ ખાનગી હોસ્પિટલ કે સંસ્થાઓમાં પણ આવા હેલ્થ એટીએમની સુવિધા ઉપલબ્ધ નથી,જે ભાવનગરમાં પ્રથમ હેલ્થ એટીએમની સુવિધા શરૂ થશે. જેમાં જુદા જુદા 40 જેટલા રિપોર્ટ કરી શકાશે. દર્દીના રિપોર્ટ પણ ત્યાં ને ત્યાં જ પ્રિન્ટ ઉપરાંત મોબાઈલમાં મેસેજ કે મેઇલ દ્વારા પણ મેળવી શકાશે તેવી હાઈફાઈ સુવિધા જોવા મળશે…
હેલ્થ એટીએમમાં જે-તે દર્દીના બેઝિક ટેસ્ટ ઉપરાંત ઉંચાઇ, વજન, બીપી, પલ્સ, ટેમ્પરેચર, બ્લડ, હિમોગ્લોબીન, HIV, મેલેરિયા ડેન્ગ્યુ જેવા જુદા જુદા રોગો, ઇ.સી.જી, યુરીન, આંખના, ચામડીના જુદા જુદા 40 જેટલા હેલ્થ ટેસ્ટ થશે.એટીએમ મશીનમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા પણ સાથે હોવાથી હેલ્થ એટીએમ દ્વારા નિષ્ણાંત ડૉક્ટર સાથે ટેલી મોબાઈલ દ્વારા દર્દીને સ્થળ પર જ માર્ગદર્શન અને મેડિસિનની જાણકારી મળી શકે છે.આ આધુનિક એટીએમ શરૂ કરવા પાછળ અંદાજીત ૮૬ લાખ જેટલો ખર્ચ થશે.