my samachar.in:દેવભૂમિ દ્વારકા
હાલ ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં ખંભાળિયા ભાણવડ મત વિસ્તારના કોંગી ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાવાર જમીન માપણી રી-સર્વેમાં તાલુકાવાર કેટલી વાંધા અરજીઓનો તા.31/12/2021 ની સ્થિતિએ નિકાલ કરવાનો બાકી છે. ઉપરાંત ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર તાલુકાવાર કેટલી વાંધા અરજીઓ સરકારને મળેલ છે. અને આ મળેલ વાંધા અરજીઓનો નિકાલ કરવનો બાકી રહેવાના કારણો શા છે. તેમજ આ બાકી અરજીઓનો નિકાલ સરકાર દ્વારા કથાં સુધીમાં કરવામાં આવશે
ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુતરમાં સરકારમાં મહેશુલ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે તા31/12/2021 ની સ્થિતિએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાલુકાવાર જમીન માપણીનાં વાંધા અરજીઓ નિકાલ કરવાની બાકી અરજીઓની વિગત ખંભાળીયા તાલુકામા પડતર અરજીઓ 3829, કલ્યાણપુરમાં 6907, ભાણવડમાં-1248, દ્વારકામાં-739 એમ કુલ 12,716 પડતર અરજીઓ સરકાર પાસે નિકાલ કરવાની બાકી છે.
વાંધા અરજીઓનો નિકાલ કરવાના બાકી રહેવાના કારણોમાં રીસર્વે વાંધા નિકાલની પ્રક્રિયાએ સતત ચાલતી પ્રક્રિયા છે. મોટાભાગની અરજીઓ પૈકી સર્વે નંબરોમાં તથા જુના પૈકી સર્વે નંબરોનાં હિસ્સા માપણીની છે.જેમાં નિયમ મુજબનાં સંમતિ પત્રક રજૂ ન થતા હોઈ અરજદારોના પોતાના કૌટુંબીક પ્રશ્નો હોઈ અરજદારઓ તથા લાગુ ખાતેદારો હાજર ન રહેવાના કારણે અરજીઓનો નિકાલ કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.ઉપરાંત કોવિડ–૧૯ અંતર્ગત દશાવવામાં આવેલ છે. કારોના સમયગાળાના લોકડાઉન અને તે દરમિયાન સ્ટાફને સરકાર તરફથી સોંપવામાં આવેલ ફરજમાં રોકાયેલ હોઈ કામગીરીમાં વિલંબ થયેલ હોવાનું દર્શાવેલ છે.અને પડતર અરજીઓના નિકાલ સત્વરે કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.