Mysamachar.in-જામનગર:
જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સતત દોડતા ધારાસભ્ય છે, ત્યારે તેવાઓએ લોકોની સમસ્યાઓ, પ્રશ્નો સહિતની બાબતો જાણવા સીધા જ લોકોના આંગણે જવાનું નક્કી કરવાનો સરાહનીય નિર્ણય લીધો છે અને આજે જાહેર કર્યું છે કે, આવતીકાલે તા.17 એપ્રિલથી તા.21 એપ્રિલ દરમિયાન તેઓ પોતાની ટીમ સાથે વિવિધ 4 વોર્ડની મુલાકાત લેશે અને લોકસંપર્ક કરશે. તેઓએ જાહેર કર્યું છે કે, તા.17 મી એ વોર્ડ નંબર 16માં સવારે 9-30 થી 12-30 દરમિયાન સાધનાકોલોનીમાં, શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર (જલારામ મંદિર), 18મી એ આ જ સમયે વોર્ડ નંબર 7માં શ્રીજી હોલ, એમ્યુઝમેન્ટ પાર્ક નજીક, 19મી એ વોર્ડ નંબર 13માં કસરી બાગ, સોની સમાજની વાડી, ખંભાળિયા નાકા બહાર અને 21મી એ વોર્ડ નંબર 14માં 58- દિગ્વિજય પ્લોટમાં મનિષ કટારિયાની ઓફિસે લોકોની મુલાકાત કરશે.
આ કાર્યક્રમમાં નગરજનોના પ્રશ્નો, ફરિયાદો અને વિકાસ માટેના કાર્યો સંબંધે દરેક વોર્ડમાં લોકદરબાર યોજવામાં આવશે. લોકો આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે મુક્ત મને ચર્ચાઓ કરી શકશે, સંબંધિત વોર્ડના નાગરિકોને આ લોકદરબારમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.મહત્વનું છે કે જામનગરના મીગ કોલોનીમાં તેવો તેમના કાર્યાલય ખાતે પણ મુલાકાતીઓને મુલાકાતો આપી તેવોને સાંભળતા હોય છે.
