Mysamachar.in-અમદાવાદ
આજના આધુનિક યુગમાં યુવક અને યુવતીઓને એકબીજા સાથે આંખ મળી જતા વાર નથી લાગતી, અને બાદમાં જો કોઈ એક તરફથી સબંધ રાખવાની ના પાડવામાં આવે ત્યારે કહાનીઓ શરુ થતી હોય છે, અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી જેમાં પૂર્વ સાથી કર્મચારીએ ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી ફોન પર પરેશાન કરી રહ્યાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે, અમદાવાદના નારોલમાં રહેતા 51 વર્ષીય આધેડ તેમના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે,
તેમને સંતાનમાં 16 વર્ષની અને 15 વર્ષની પુત્રી છે. 16 વર્ષની પુત્રી ધોરણ 11માં અભ્યાસ કરે છે જ્યારે 15 વર્ષની પુત્રી હોસ્પિટલમાં નર્સિંગનો કોર્સ કરે છે. આધેડની 15 વર્ષીય પુત્રી અગાઉ છૂટક કેટરીંગમાં કામે જતી હતી. ત્યારે ત્યાં પીરસવાનું કામ કરતાં જૈનેશ ઠાકોર પણ આવતો હતો અને તે આ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં આ જૈનેશે આ સગીરાને તેના નંબર ઉપરથી ફોન કરવાનું શરૂ કર્યું હતું અને ફોનમાં ફ્રેન્ડશીપ કરવા બાબતે અભદ્ર ભાષા બોલી એક વર્ષથી આ હરકત કરતો હતો.
સગીરાએ કંટાળીને ગયા મહિને તેના માતા-પિતાને આ બાબતે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે, જૈનેશ તેને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરે છે અને હેરાન કરે છે. જેથી સગીરાની માતાએ આ જૈનેશને આ બાબતે સમજાવી ઠપકો આપ્યો હતો. હદ તો ત્યારે થઇ ગઈ જયારે જૈનેશ અને તેની માતા સહીત તે લોકોના ઘરે આવી હતી અને જાતિવિષયક અપશબ્દો બોલી આ પરિવારને અપમાનિત કર્યો હતો અને બાદમાં ધમકીઓ આપી જતા રહ્યા હતા જેથી આ મામલે સગીરાના પિતાએ નારોલ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે આ મામલે જૈનેશ તથા તેની માતા સામે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.