Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના પ્રધાનમંડળની બેઠક દર સપ્તાહે બુધવારે યોજવામાં આવે છે જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થતી હોય છે અને નિર્ણયો લેવામાં આવતા હોય છે અને તેની જાહેરાતો સરકારના પ્રવક્તામંત્રી દ્વારા થતી હોય છે. જો કે આજે યોજાનારી આ સાપ્તાહિક બેઠક મંત્રીઓની ગેરહાજરીને કારણે રદ્દ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મંત્રીઓ ગંગાસ્નાનમાં વ્યસ્ત છે.
સૂત્ર અનુસાર, આગામી બજેટ સત્ર અગાઉ આગામી સપ્તાહે કેબિનેટ બેઠક યોજાશે. આજની બેઠક રદ્દ.કેમ કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ- સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા- ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત- વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરિયા મહાકુંભમાં ગંગાસ્નાન માટેના આયોજનમાં અને પ્રવાસમાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટના મેયર પણ કોર્પોરેશનનું વાહન લઈ પ્રયાગરાજ ગયેલાં- આ વિવાદ પણ ચાલુ છે. હજુ સુધી મેયર વિરુદ્ધ કોઈ જ ઠોસ કાર્યવાહીઓ થઈ નથી.
