Mysamachar.in-સુરત
સુરતમાં ગુન્હાખોરીનો ગ્રાફ સતત ને સતત ઉપર જઈ રહ્યો છે, એવામાં આજે વધુ એક મોટી ઘટના સામે આવી છે, અત્યારસુધી સામાન્ય રીતે એટીએમ મશીનો તોડી ને કે ઉઠાવી જઈને ચોરીના બનાવો સામે આવતા હતા પરંતુ આજે જે ઘટના એસબીઆઈ બેન્ક્ના એટીએમ સેન્ટરમાં સામે આવી તેમાં તસ્કરોએ એટીએમ મશીન તોડ્યા વિના ચાવીથી ચોરી કર્યાનું સામે આવ્યું છે, સુરતના અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલ એસબીઆઈ બેન્કના ATM માંથી લાખો રૂપિયાની ચોરી થયાનું સામે આવી રહ્યું છે, પ્રાથમિક તપાસ મુજબ રાત્રીના સમયે ATM માંથી તસ્કરો અંદાજે 24 લાખ રોકડા ની ચોરી કરી ફરાર થયા છે, અને ATM થી ચાવી વડે ખોલી ચોરી કરી હોવાનું પણ સામે આવે છે, ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સીસીટીવી ફૂટેજ સહિતની મદદથી તપાસ હાથ ધરી છે.