Mysamachar.in-દાહોદ:
આપણે સામાન્ય રીતે ગાંજાનો નાનો મોટો જથ્થો ઝડપાયાની ઘટનાઓ જોતા હોઈએ છીએ, પણ ખેતરોના ખેતર ભરીને ગાંજાની ખેતી પર પોલીસની છાપેમારી જોઈ છે,.જી હા આવી જ ગાંજાની મોટી ખેતી પર પોલીસે દરોડા પાડી વિપુલ પ્રમાણમાં એટલે કે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પોલીસે 3 ખેતરના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લો બોર્ડર વિસ્તારમાં આવતો હોવાથી અહી સરળતાથી નશીલા પદાર્થ મળી રહેતા હોય છે. દાહોદ પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામે પોલીસને બાતમી મળી હતી કે, હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતરમા કપાસની સાથે સાથે ગાંજાની પણ ખેતી કરી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમા પોલીસને ખેતરમાં કપાસના પાક સાથે લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમજ પોલીસે તે ખેતરોની પાસે આવેલા ખેતરમાં પણ તપાસ કરતા હીમંત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાં પણ ગાંજાના લીલા છોડ વિપુલ પ્રમાણમાં મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમા પોલીસને 3 ખેતરમાં ઉગાડેલા 2318 છોડ જેનો કુલ વજન 2745 કિલો 400 ગ્રામ થાય છે. જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજારનો મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસની આ રેડ 32 કલાક ચાલી હતીપોલીસે લીલા ગાંજાના 2318 નંગ છોડ જેનો વજન 2745 કિલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજારનો જથ્થા સાથે ખેતર માલિક વિક્રમભાઈ નારસીંગ ભાઈ મછારની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 ખેતરના માલિક હિમંતભાઈ જોખના ભાઈ મછાર, સરતનભાઈ શાંતુભાઈ મછારનાઓ પોલીસની રેડ જોઈ સ્થળ છોડી ભાગી ગયા હતા, જેને લઈને પોલીસે તમામ વિરૂદ્ધ NDPS ACT હેઠળ ગુનો નોંધી બન્ને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.