Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં આપણી એક ભૂલ જ પસ્તાવો લાવે છે, આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી રહી છે. જ્યાં એક વેપારીને કારમાં કરેલ લોકને ભરોસે જમવાનું પાર્સલ લેવા જવું 1.30 લાખમાં પડ્યું છે, એક વેપારી પોતાની કંપનીએથી નીકળીને ઘરે જતા હતા. ત્યારે રસ્તામાં તેઓ હોટલમાં જમવાનું લેવા રોકાયા હતાં, તેમણે નરોડા વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે કાર પાર્ક કરીને જમવાનું પાર્સલ લેવા ગયા હતા બાદમાં પરત આવ્યા તો 25 જ મિનિટમાં તેમની કારમાંથી 1.30 લાખ રૂપિયા ગાયબ હતાં. જોયું તો કારનો કાચ તૂટેલો હતો. વેપારીને ચોરીની આશંકા થતા તેમણે નરોડા પોલીસને જાણ કરી હતી.
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દીપકભાઈ સીદાણી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ નરોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવે છે. તેઓ બે દિવસ પહેલા તેમની કંપનીએથી તેમની કાર લઈને નિકળ્યા હતાં. તેમની કારમાં વેપારના 1.30લાખ રોકડા અને ડોક્યુમેન્ટ લઈને કારમાં મૂકેલા હતા. દરમિયાન જીઆઈડીસીમાંથી નીકળી અને રસ્તામાં તેઓ ઘરે પાર્સલ લઈ જવા માટે જમનવાનું લેવા માટે ઊભા રહ્યા હતા. નરોડા પહોંચતા તેઓ જમવાનું લેવા જવાનું હોવાથી હોનેસ્ટ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં કાર પાર્ક કરીને ગયા હતા.
કારમાં રોકડા સહિતની મતા મૂકીને તેઓ હોટલમાં જમવાનું લેવા ગયા અને થોડીજ મીનીટો બાદ પરત આવ્યા જોયું તો કારનો એક તરફનો કાચ તૂટેલો હતો. ગાડીમાં જોયું તો ડોક્યૂમેન્ટ અને 1.30 લાખ રોકડા ગાયબ હતા. જેથી તેમણે તાત્કાલિક નરોડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. નરોડા પોલીસે આ અંગે ગુનો નોંધી કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ શોધવાની તજવીજ શરૂ કરી છે.