Mysamachar.in-સુરત
મોંઘીદાટ કાર હોય અને હાથમાં સ્ટેરીંગ આવી જાય પછી તો શું, લીવર પર પગ મુકવાની જ વાર હોય…આવી માનસિકતા ક્યારેક કોઈકનો જીવ લઇ શકે છે, સુરતમાં એક મોંઘીદાટ મર્સીડીઝ કારનો અકસ્માત સામે આવ્યો છે, જેમાં ભટાર ચાર રસ્તા પાસે ગતરાત્રીના મર્સિડીઝ કારના ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક સાઇકલસવારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતાં સિવિલમાં ખસેડાયા છે.
અકસ્માત બાદ હાજર ટીઆરબી જવાનો પાછળ દોડતાં બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો. મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવાચાલક દર્શન વટાણી અને રિક્ષાચાલક અમૂલ કાન્ડેને અડફટે લીધા બાદ સાઇકલસવાર નિર્મલ રામઘની યાદવને અડફટે લેતાં તેનું મોત થયું હતું. ચાલકે એક પોલ સાથે અથડાવતાં મર્સિડીઝનો ભુક્કો થતાં એ ત્યાં મૂકી ચાલક ભાગ્યો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકત્ર થતા પોલીસ પણ દોડી આવી હતી.