Mysamachar.in-સુરત
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પાંડેસરા વિસ્તારમાં રહેતો અને નકલી પોલીસ બનીને પોલીસ ડ્રેસ સાથે પ્રેમી યુગલોને ડરાવી ધમકાવી તોડ કરતા યુવાનને પોલીસે ઝડપી પાડતા તેની પાસેથી જામનગરના પોલીસકર્મીના આઈકાર્ડ પર પોતાનો ફોટો ચોંટાડી નકલી પોલીસ બન્યાનું તપાસમાં ખુલવા પામ્યું છે, ઝડપાયેલો શખ્સ પ્રેમી યુગલોને ડરાવી ધમકાવી તોડ કરવામાં આવતા હોવાની ફરિયાદ સતત સામે આવી રહી હતી. ત્યારે આ માહિતીના આધારે સુરતની એસઓજી પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અમીત ઉર્ફે રાજા સોનુસીંગ નામનો યુવક ગુજરાત પોલીસ સ્ટોરમાં પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસનો યૂનિફોર્મ મેળવી બાઇક પર લાકડી રાખી ડુપ્લીકેટ પોલીસવાળો બનીને પ્રેમી યુગલો સાથે તોડ કરે છે.
જે બાદ પોલીસે વોચ રાખીને આ ઈસમને ઝડપી પાડ્યો છે, પોલીસે તેને ઝડપી પડ્યો ત્યારે તેની પાસેથી પોલીસનું એક આઇકાર્ડ પણ મળી આવ્યું હતું. આ વિશે યુવકને પૂછતાં તે કાર્ડ તેને સિટીલાઇટ વિસ્તારમાંથી મળી આવ્યાની કબૂલાત કરી હતી. આ આઇકાર્ડ જામનગર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા સંજય નામના પોલીસ કર્મચારીનો છે અને તે આઇકાર્ડ પર પોતાનો ફોટો લગાવી, નકલી પોલીસ બનીને ફરતો હતો. જેન લઈને પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.