Mysamachar.in-જામનગર:
જામનગર મહાગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ આજે સામાન્યસભામાં રજૂ થયું હતું. અગાઉ જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલ કર વધારા કમિટી એ ફગાવી દેતા આજે વિરોધ પક્ષ માટે આ મુદ્દાઓ પર રજૂઆત કરવાની કોઈ મુદ્દો ન્હોતો, પરંતુ આજે બોર્ડમાં રજૂ થયેલ બજેટ ને મનપાના વિપક્ષ સભ્યો દ્વારા કાગનો વાઘ, મુંગેરિલાલ કે સપને અને ગતવર્ષ નું બજેટ અને આ વર્ષના બજેટમાં કોઈ ફેરફાર ના કરી અને માત્ર આંકડાઓ જ બદલવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, અંતે ચર્ચાઓ બાદ વિપક્ષનો વિરોધ અને શાસકોની બહુમતી સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું,બજેટ બેઠકને ખૂબ મહત્વની માનવામાં આવે છે. ત્યારે આજે જામનગર મનપાની બજેટ બેઠકમાં ચાર સભ્યો તો ગેરહાજર હતા, જ્યારે હાજર રહેલા કોર્પોરેટરોમાંથી પણ મોટાભાગના ચર્ચાઓ ચાલુ હતી. તે દરમિયાન ચર્ચાઓ અધૂરી છોડીને જતા રહેતા ક્યાંક એવું લાગ્યું કે પ્રજાના પ્રશ્નોમાં ચૂંટાયેલા સભ્યોને રસ નથી,તો વિપક્ષના સભ્ય જેનબ ખફીએ શહેરના વિકાસ પર ટોણો મારતા કહ્યું કે શહેરનો વિકાસ તો ના થયો, પણ સભાગૃહની ઘડિયાળમાં સેલ પડ્યો અને મિનરલ્સ પાણીની બોટલો બોર્ડમાં આજે આવી તેને તેવોએ વિકાસ ગણાવ્યો હતો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.