Mysamachar.in-કચ્છ:
ગુજરાતની દરિયાઈ સરહદોનો ઉપયોગ કરીને નશીલા પદાર્થ ઘુસાડવાના કેટલાય રેકેટ પાર પડે તે પૂર્વે જ દેશની સુરક્ષા એજન્સીઓ આવા રેકેટોને નિષ્ફળ બનાવી દીધાના ગુજરાતમાં કેટલાય દાખલા નોંધાયેલા છે,ત્યારે આજે વધુ એક વખત DRI સહિતની એજન્સીઑને બાતમી મળી હતી કે પાકિસ્તાની ફિશિંગ બોટ જે જખૌ નજીક આવી રહી છે, તેમાં ડ્રગ્સ હોવાની માહિતી પરથી ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપીને આશરે ૫૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી અલમદીના નામની બોટને જપ્ત કરવામાં આવી છે.આ બોટમાંથી ડ્રગ્સના ૧૯૪ પેકેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે,પાકિસ્તાનના કરાંચીથી આ બોટ નીકળી હતી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી બોટને કચ્છના જખૌ બંદરેથી પકડી લેવામાં આવી છે. બોટમાં સવાર ૭ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કર્યા બાદ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,આખરે બે ભારતીય ઈન્ટરસેપ્ટર બોટની મદદથી પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી.ઝડપાયું ડ્રગ્સ હેરોઈન હોવાની શક્યતા છે.
આમ, ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની માછીમારી બોટને આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સીમારેખાથી ભારતીય જળની અંદર શંકાસ્પદ નાર્કોટિક પદાર્થોમાંથી ૧૯૪ પેકેટોની ધરપકડ કરી હતી. હાલ આ કેસમાં વિવિધ સુરક્ષા એજન્સીઑએ પણ તપાસમાં ઝંપલાવ્યું છે.