Mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દીકરાઓના પ્રમાણમા દીકરીઓનુ પ્રમાણ ઓછુ છે, જેને કારણે જાતિય અસંતુલન છે જે માટે અનેક કારણો જવાબદાર છે અમુક કપલ, કે પરિવાર અણસમજથી કે અન્ય કોઇ કારણસર દીકરી ગર્ભ જાળવવાના બદલે ગર્ભપાત કરતા કે કરાવતા હોય છે, અને દર હજારે રાષ્ટ્રમા જુદા જુદા સર્વે વખતે ૯૫૭ થી ૯૧૫ જેટલો રેશીયો આવે છે, માટે દરેક જિલ્લાની જેમ જ્યા જાતિય દર ખુબ નીચો છે, ત્યા તંત્ર મથામણ તો કરે છે હવે જોઇઐ સફળતા કેટલી મળે છે, ખાસ કરી ગેરકાયદે ગર્ભ પરિક્ષણ અને એબોર્શન અટકાવવા વિજીલન્સ વધુ શાર્પ કરવાની જરૂર છે,
ભારત સરકારના નિતિ આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જુદા-જુદા ૧૧ સૂચક આંકો પૈકી જન્મ સમયે જાતિપ્રમાણ દરનો સમાવેશ કરવામાં આવેલ છે. ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષાણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ અધિનિયમ ‘‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ, ૧૯૯૪’’ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં તમામ સોનોગ્રાફી માટે રજીસ્ટર્ડ થયેલ સરકારી/બિનસરકારી તબીબો, સ્વૈચ્છીક સંસ્થાની હોસ્પિોટલના તબીબો, સરકારી હોસ્પિિટલના સુપ્રિરટેન્ડેટઓ, તાલુકા હેલ્થ ઓફીસરો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એમ.બી.બી.એસ. તબીબી અધિકારીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.
આયોજીત વર્કશોપમાં જિલ્લા એપ્રોપિરએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.બી.પટેલ દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ અંતર્ગત થયેલ જોગવાઈઓ તેમજ ક્ષાતિરહિત ફોર્મ-એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપેલ હતુ તેમજ જિલ્લા નોડલ ઓફીસર ડો.પ્રકાશ ચાંડેગ્રા દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ-૧૯૯૪ ના ક્ષાતિરહિત અમલીકરણ થાય તે માટે નિભાવવાના થતા રેકર્ડ તેમજ રિપોટીંગ બાબતે સર્વેને વિગતવાર માહિતગાર કરવામાં આવેલ હતા.
ઉપરોકત આયોજીત વર્કશોપમાં જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ હેઠળ નોંધાયેલ સરકારી / બિનસરકારી તબીબો, જિલ્લા એડવાઈઝરી સમિતિના સભ્યઓ, સરકારી હોસ્પિઓટલના અધિક્ષ, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપિરએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફીસરો, એમ.બી.બી.એસ. મેડીકલ ઓફીસરો ઉપસ્થિત રહયા હતા.