Mysamachar.in:જામનગર
જામનગરમાં થી વધુ એક વખત એમ.ડી. ડ્રગ્ઝનો જથ્થો ઝડપાયો છે, મળતી માહિતી પ્રમાણે એસઓજી જામનગરની ટીમને માહિતી મળી હતી કે એક દંપતિ મુંબઈથી ડ્રગ્ઝનો જથ્થો લઇ અને જામનગર ખીજડીયા બાયપાસ નજીક ઉતરી જવાના છે તે માહિતીના આધારે વોચ ગોઠવાઈ હતી જેમાં એસઓજીને સફળતા મળી છે, આ અંગે વધુ વિગતો પર નજર કરીએ તો,
જામનગર હાપા રોડ લાલવાડી આવાસમાં રહેતા સલીમ કાદરભાઈ લોબી અને તેના પત્ની રેશ્માબેન સલીમ કાદરભાઈ લોબી મુંબઈના ડોંગરી નજીક મનીષ માર્કેટ પાછળ “જોન” નામથી ઓળખાતા નાઈઝીરીયન ઈસમ પાસેથી પોતાના તેમજ સમીર ઇકબાલ સમા માટે MD ડ્રગ્ઝનો જથ્થો લઇ અને રાજ્કોટથી જામનગર તરફ બસમાં આવી રહ્યા હોય તેવી માહિતી મળતા એસઓજી ખીજડીયા બાયપાસ નજીક બસ રોકાવી અને દંપતીની તલાસી લેતા તેના કબજામાંથી 60 ગ્રામ મેફેડ્રોન પાવડર કિ.રૂ.6,00,000/- નો જથ્થો મુંબઈના ડોંગરી વિસ્તારમા આવેલ મનિષ માર્કેટ પાછળ રેલ્વે પટ્ટરી પાસે “જોન” નામથી ઓળખાતા નાઈઝીરીયન ઈસમ પાસેથી વેચાણ અર્થે પોતાના માટે તથા પોતાના મિત્ર સમીર ઈકબાલભાઈ સમા માટે ખરીદ કરી લાવેલ હોવાનું જણાવતા પોલીસે દંપતિને ઝડપી પાડી એનડીપીએસ એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ વધુ બે શખ્સોને ઝડપી પાડવા જામનગર તેમજ મુંબઈ તરફ તપાસ લંબાવી છે.