Mysamachar.in-જામનગર:
ગત તા.૩૧ જાન્યુઆરીના રોજ જામનગરના હાપા નજીક આવેલ એક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી આર.આર. સેલની ટીમે ૫૦ લાખની કિંમતનો અંગ્રેજી શરાબ સહિત ૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. શરાબનો આ જથ્થો ITBPના જવાનના સ્વાંગમાં પોલીસ લખેલ એક આયશર ગાડીમાં અહી પહોંચાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું,
લાખોના શરાબનો જંગી જથ્થો ઝડપાવાના કિસ્સામાં સ્થાનિક પંચકોશી એ ડિવિઝન પોલીસની બેદરકારી સામે આવતા આજે જામનગર પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા પંચકોશી એ ડિવિઝનના PSI એન.બી.ડાભીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં જામનગરના પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે. સ્થાનિક પોલીસની જવાબદારી ફિક્સ કરી PSIને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા, પણ આ કિસ્સામાં શું માત્ર સ્થાનિક PSIની જ જવાબદારી હતી કે કેમ તે સવાલ પણ પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.