Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી અને પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે,
બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ આપઘાત કરી લીધો હતો મૃતક બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઇ જવાનું કહી અમરીશ પટેલ અને ગૌરાંગ પટેલ બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે. આ સામુહિક આપઘાત અંગે શું કારણ તે તપાસ બાદ જ સામે આવશે પરંતુ આ હાલ ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે.