Mysamachar.in-સુરત:
આજના સમયમાં અન્યો સાથે મિત્રતા સહિતના સબંધોમાં આંધળી દોટ લગાવતી મહિલાઓ માટે સુરતથી એક વખત વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરતની એક પરિણીતાને સમાજના વોટ્સગ્રુપ થકી મિત્રતા કરવાનું ભારે પડ્યું હોવાનો મામલો પોલીસ સુધી પહોચવા પામ્યો છે, 41 વર્ષીય પરિણીતાને દાહોદના યુવાન સાથે મિત્રતા થઇ અને મિત્રતા દરમ્યાન યુવાને પડેલા ફોટા બીભત્સ ઓડિયો સાથે વાયરલ કર્યા બીભત્સ ઓડિયો સાથેના મેસેજ થકી પરિણીતાને બ્લેકમેલ કરવા પ્રયાસો શરુ કરાયા બાદ પરિણીતાએ દાહોદના યુવાનને પોતાના નંબર પર બ્લોક કર્યો તો ત્યાંથી ના અટકતા યુવકની હિમ્મત વધી ગઈ અને પરિણીતાના પતિને મેસેજ શરુ કરતા આખરે કંટાળી ચુકેલી પરિણીતાએ સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે દાહોદના યુવાનને શોધવા તપાસ હાથ આદરી છે.