My samachar.in:-દેવભૂમિ દ્વારકા
ઓખા મંડળના મીઠાપુર ખાતેની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઈમોસ્નલી પ્રભાવમાં લીધા બાદ ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરવા બદલ સ્થાનિક શિક્ષકને સેશન્સ અદાલતે આરોપી ઠેરવી આજીવન કારાવાસ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીર વયની એક વિદ્યાર્થીનીને શાળાના પરિણીત શિક્ષક સુલેમાન મુસા ઘુલાણીએ મોબાઈલ ફોનમાં ઈમોસ્નલ મેસેજ મારફતે માયાઝાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ- 2016 માસમાં તેને સગીર વિદ્યાર્થિનીને મેસેજ કરીને પોતાના ઘરે બોલાવી હતી. અહીં શિક્ષકના ઘરના સભ્યો હાજર ન હોવાથી તેણે ઘરનો દરવાજો બંધ કરી, અને સગીરાને ઈમોશનલ વાતો કરી, “તું મને ખૂબ જ ગમે છે.તારા વગર હું રહી શકું તેમ નથી”- તેવી ઈમોશનલ વાતો કરી અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું..
આ જ રીતે આરોપી શિક્ષક દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજારી તેમજ સગીરાના માતા-પિતા ઘરે ન હોય ત્યારે પણ આવીને શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે ઓરલ સેક્સ અને અકુદરતી સંબંધ બાંધી આ કૃત્યના તેણે ફોટા અને વિડીયો બનાવી લીધા હતા. ત્યારબાદ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી, દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પછી આરોપીએ “જો તું મને મળવા નહિ આવે અને સંબંધ નહીં રાખે તો સમાજમાં તને બદનામ કરી નાખીશ”- તેવી ધમકી આપતા આ અસહ્ય ત્રાસથી કંટાળેલી સગીરાએ હિંમત કેળવી તેણીના માતા-પિતાને જાણ કરી, હિંમતપૂર્વક મીઠાપુર પોલીસ મથકમાં 2018માં ઉપરોક્ત પ્રકરણ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
જે સંદર્ભે પોલીસે દુષ્કર્મની કલમ તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આરોપી શિક્ષક સુલેમાન મુસાની ધરપકડ કરી હતી.આરોપીના મોબાઇલ ફોનની ગાંધીનગર એફ.એસ.એલ.ની તપાસનો રિપોર્ટ તેમજ 16 સાક્ષીઓની તપાસ અને નિવેદન સહિતની સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની ચોટદાર દલીલોને ગ્રાહ્ય રાખી, દ્વારકાના એડિશનલ સેશન્સ જજ પી.એચ. શેઠ દ્વારા આરોપી એવા પરિણીત અને સંતાનના પિતા એવા શિક્ષક સુલેમાન મુસાને આજીવન કારાવાસની કેદ તથા રૂપિયા ત્રીસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.