Mysamachar.in-અમદાવાદ:
આપણી બેદરકારી આપણે જે કેટલી ભારે પડે શકે તેનો એક આંખ ઉઘાડનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જેમાં એકટીવાની ડેકીના લોકના ભરોષે લાખોની રોકડ રાખી અને પાન પાર્લરમાં જનાર એક વ્યક્તિની ડેકીની ગણતરીની મીનીટોમાં ખોલી અને અજાણ્યા ઈસમો 23 લાખ રોકડા અને 3 લાખના દાગીના લઈને છુમંતર થઇ ગયા છે, અમદાવાદ શહેરનાં મહાદેવનગર વિસ્તારમાં સુવર્ણ રાજ નામની સોનાની દુકાન ધરાવતા રમેશભાઈ પટેલ દ્વારા આ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 9મી માર્ચે પોતે દુકાન પર હાજર હતા ત્યારે ખોખરા વિસ્તારમાં જવેલર્સ ધરાવતા તેમના ભાગીદારનાં પિતરાઈ ભાઈ હિમાંશુભાઈનો ફોન આવ્યો હતો અને એક ગ્રાહક માટે સોનાનાં જડતરનાં દાગીના તેમજ રૂપિયા 3 લાખ રોકડાની તેમને જરૂર છે તેથી મોકલવાંની માંગણી કરી હતી. જે લેવા માટે ફરિયાદીની દુકાન પર હિમાંશુભાઈનો કર્મચારી ભાગ્ય શાહ અને નીશ શાહ આવ્યાં હતા.
ફરિયાદીએ તેઓને 443 ગ્રામ દાગીના જેની કિંમત રૂપિયા 23 લાખ અને રૂપિયા 3 લાખ રોકડા આપ્યા હતા. જે બેગ એકટીવાની ડીકીમાં મૂકી અને બન્ને કર્મચારીઓ મહાદેવ નગરના ટેકરા પર આવેલ પાન પાર્લરમાં ગયા હતા. જો કે આ સમયે ગ્રાહકને આજે દાગીના જોઈતા નથી જેથી દાગીના પરત આપીને રૂપિયા 3 લાખ રોકડા લઈને આવવા માટેનો ફોન આવતા બંને કર્મચારી ફરિયાદીની દુકાને પરત ગયા હતા.આ સમયે ડેકી ખોલતા તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ગાયબ હતી. જે અંગેની જાણ ફરિયાદીને કરતા તેઓ પાન પાર્લર પર પહોંચ્યા હતા. અને આસપાસ માં તપાસ કરતા કંઈ મળી આવ્યું નહોતું, જેથી નજીકમાં સીસીટીવી જોતા જાણવા મળ્યું હતું કે બે ગઠિયાઓ એકટીવાની ડેકી ખોલીને તેમાંથી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા છે. જે અંગેની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસ એ ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.