Mysamachar.in-સુરતઃ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક આંગડિયા પેઢીના 17 લાખ રૂપિયા લઇ કર્મચારી જ ફરાર થઇ જતાં ભારે ચર્ચા જાગી છે. આંગડિયા પેઢી દ્વારા કર્મચારીને રૂપિયા ક્લેક્ટ કરવા માટે નવસારી મોકલ્યો હતો, પરંતુ અહીંથી રૂપિયા લીધા બાદ તે પરત હેડ ઓફિસ આવ્યો ન હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતો અર્જુન ઠાકોર જે પાટણના ઈલમપુરનો રહેવાસી છે, તે 24 ડિસેમ્બર 2019ના રોજ સવારે સુરત હેડ ઓફિસથી રોજના ક્રમ મુજબ નવસારી જવા માટે મોકલાયો હતો.નવસારી ખાતેની ઓફિસથી અલગ અલગ પાર્ટીના રૂપિયા તથા પેઢીના રૂપિયા તથા પેઢીના રૂપિયા મળી કુલ 17 લાખ 41 હજાર સાતસો સુરત પેઢીને સલામત રીતે પહોંચાડવાના હતાં. પરંતુ સુરત પેઢીએ આવવાની જગ્યાએ અર્જુન રૂપિયા સાથે ફરાર થયો છે. આ અંગે પઢીના પ્રહલાદભાઈ પટેલે આરોપી અર્જુન ઠાકોર સામે છેતરપિંડી અને વિશ્વાસ ઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.