Mysamachar.in-ભુજ:
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પિસ્ટલ સાથે પકડી પાડી છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ આરોપી કુલ 9 અપરાધોનો દોષિત છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવીને ચોરીના એક્સેસ વાહન તેમજ કમરમાં પિસ્ટલહથીયાર તથા કાર્ટીઝ તેમજ સોના ચાંદીના દાગીના સાથે જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભાના શખ્સને ઝબ્બે કર્યો છે.
કંડલા થી ગાંધીધામ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર વોચ ગોઠવી ચોરીના એક્સેસ વાહન તેમજ તેની કમ૨ના ભાગે રહેલ પિસ્ટલ હથિયાર તથા કાર્ટીઝ તેમજ સોના ચાંદીના દાગીના સાથે અસગર ઉર્ફે બાલંભો હુશેન કમોરા ઉ.વ.24 ૨હે-બાલંભા તા-જોડીયા જી-જામનગર પકડી પાડી તેની સઘન પુછપરછ દરમ્યાન અંજાર તથા આદીપુર તેમજ ગાંધીધામ એ તથા બી ડિવીઝન પોલીસમથક વિસ્તારમાં રાત્રી સમય દરમ્યાન આરોપીએ તેમજ તેના સાગરીતે સાથે મળીને કરેલ ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ તથા મોરબી જીલ્લામાં રાત્રી દરમ્યાન પ્લસર વાહનની ચોરી કરેલાનુ જણાવતા અને અંજાર પોલીસ સ્ટેશનના એક ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ જામનગર જેલમાંથી મર્ડર કેસમાં અઢી વર્ષથી પેરોલ જમ્પ થયેલ હોવાની કબુલાત કરતા તેની પાસેથી અલગ-અલગ ઘરફોડ તેમજ વાહન ચોરીઓનો મુદામાલ રીકવર કરી 6 વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉડેલી તેના કબ્જામાથી મળી આવેલ ગેરકાયદેસર પિસ્ટલ હથિયાર બાબતે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ તળે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઝડપાયેલ આરોપી અસગર ઉર્ફે બાલંભો હુશેન વિરુદ્ધ જોડીયા પોલીસ મથકે વર્ષ 2021 હત્યા આર્મ્સ એક્સ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયા બાદ જામનગર જેલમાં ગયા બાદ પેરોલ રજા ઉપર છુટેલ હતો અને તા- 10/01/2022 થી ફરાર રહેલ હતો આ ઇસમ વિરુદ્ધ જામનગર જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ કલમો હેઠળ ગુન્હાઓ નોંધાયેલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.
-જોડીયાના આરોપી પાસેથી શું મળ્યો મુદામાલ…
-પિસ્ટલ હથિયાર -1 તથા કાર્ટિઝ-1
-સોનાનુ 10 ગ્રામુનુ બિસ્કીટ-1
-સોનાની વિંટી -2
-ચાંદીના ગોળ તેમજ લંબગોળ સિક્કા -3
-નિકોન કંપનીનો કેમેરો -1
-મહીન્દ્રા XUV-300 ગાડી રજી નં-GJ-06-PA-0505
-હુન્ડાઈ આઈ-20 ગાડી રજી નં- GJ-12-DA-9319
-એક્સેસ ગાડી રજી નં-GJ-39-B-0866
-પ્લસર ગાડી રજી નં-GJ-36-AE-6071
કુલ કિ.રૂ.15,93,990/-