Mysamachar.in-પોરબંદર:
ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત ન હોય તેવા અનુભવ વચ્ચે હવે ઘરમાં ઘૂસીને યુવતીની ઇજ્જત લૂંટવાના બનાવ દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે, ત્યારે બુકાની બાંધીને ચોરી કરવાના ઇરાદે યુવતીના ઘરમાં ઘૂસેલા એક શખ્સે યુવતી પર નજર બગાડીને નિર્લજ્જ હુમલો કર્યાનો બનાવ પોરબંદરના કુતિયાણા ખાતે સામે આવ્યો છે,
આ બનાવની વિગત એવી છે કે, પોરબંદર વિસ્તારના કુતિયાણા ગામે ગાંધી રોડ પર રહેતી મનીષા (નામ બદલેલ છે.)નામની યુવતી પરમદિવસે રાત્રીના ઘરે એકલી હોય, ત્યારે રાત્રિના બે વાગ્યાની આસપાસ કુતિયાણા ગામનો જ મનોજ રાવલ નામનો શખ્સ મોઢે બુકાની બાંધીને ઘરમાં પ્રવેશ કરી અને મનીષાને રોકડ તથા દાગીના આપી દેવા માટે ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને કઈ સમજે તે પહેલા આ શખ્સે રોકડ અને દાગીના આપી દેવાનું જણાવ્યુ હતું
તેવામાં મનોજ રાવલ યુવતીને જોઈને નજર બગાડી હતી અને મનીષાની ઈજ્જત લૂંટવા માટે તેના પર નિર્લજ્જ હુમલો કરતા યુવતીએ દેકારો કરી મૂક્યો હતો અને આ મામલો પોલીસ મથકે પહોંચતા મનોજ નામના સામે ફરિયાદ નોંધાવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.