Mysamachar.in-જામનગર:
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પોલિયો નાબૂદી માટે સરકાર દ્વારા મહા અભિયાન ચલાવવામાં આવી રહયું છે, તેવામાં આજે શરમજનક કહી શકાય તેવો બનાવ જામનગરમાં સામે આવ્યો હોય તેમ પોલિયોના ટીપા પીવડાવવા જતી આરોગ્ય વિભાગની વેકસીનેટર મહિલા કર્મી સાથે ખરાબ વર્તનનો કિસ્સો સામે આવ્યો છે,
પોલિયોના ટીપા પીવડાવવા માટે ગઈકાલ થી અભિયાન ચાલી રહ્યું છે,અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે. તેવામાં જામનગર નજીક દરેડ ખાતે આરોગ્ય વિભાગની વેકસીનેટર મહિલા કર્મી દરેડ ખાતે ઘરે-ઘરે પોલિયો ના ટીપા પીવડાવવા ગયા હતા, ત્યારે એક ઘરે પરપ્રાંતીય શખ્સે આ વેક્સીનેટર મહિલા કર્મી સાથે હાથ પકડીને પજવણી કરતા મહિલાકર્મી સ્થળ પર જ બેભાન બની જતા ભાગદોડ મચી ગઇ હતી અને તાકીદે આરોગ્ય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને આ મહિલા કર્મચારીને સંભાળી લીધી હતી.આ શરમજનક બનાવની ચારેકોર ટીકા થઈ રહી ત્યારે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.