My samachar.in:-દેવભૂમિ દ્વારકા
પ્રશંસનીય અને લોકાભિમુખ વહીવટનુ ઉદાહરણ પરૂ પાડી રહેલા ભાણવડ મહેસુલ તંત્ર એ મામલતદાર દક્ષાબેન રીંડાણીના માનવીય અભિગમ અને માર્ગદર્શન હેઠળ ફુડ સીક્યોરીટી હેઠળ નિયમાનુસારના વધુ એક હજાર પરિવાર ને રેશનીંગ વોર્ડના કાર્ડ આપવામા આવતા ગરીબોના ચહેરા ઉપર સ્મિત અને સંતોષ છવાયાનુ જોવા મળ્યુ હતુ જે અમારો રિવોર્ડ છે તેમ મામલતદાર દક્ષા રીંડાણી એ વિગત આપતી વખતે જણાવ્યુ હતુ..
ગરીબ પરિવારોને ફ્રી અનાજ આપવાની વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની નેમ છે તેનો સંપુર્ણ અમલ કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાનો શ્રેષ્ઠ અભિગમ છે તેમજ તે માટે સંકલન અને માર્ગદર્શન એડીશનલ કલેક્ટર કે.એમ.જાનીનુ પુરૂ પડી રહ્યુ છે જેના ભાગરૂપે દરેક પ્રજાલક્ષી યોજના હેઠળના નિયમુજબના લાભાર્થીઓ સુધી ભાણવડનુ વહીવટી તંત્ર પહોંચ્યુ છે અને તે અંતર્ગત એક ઉદાહરણ જોઇએ તો ગત જાન્યુઆરી 2022 ભાણવડ શહેર-તાલુકામાં ફુડ સીક્યુરીટીમા 1000 પરિવારને માપદંડ મુજબના રેશનકાર્ડ અપાયા હતા ત્યારબાદ પણ આ પ્રકારના લાભાર્થી બાકી ન રહે તેમજ કેન્દ્ર સરકાર રાજ્યસરકારની જહેમત અને વ્યવસ્થાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે ભાણવડ મામલતદારે રોજ બરોજની વિવિધ કામગીરી સાથે સાથે આ વિષયમા પણ જહેમત ઉઠાવીને નિયમાનુસારના માપદંડ મુજબ વધુ 1198 NFSA પરિવારોને લાભાર્થી બનાવ્યા છે..
સામાન્ય રીતે સરકારના સુચનાત્મક યોજ્નાત્મક માર્ગદર્શનાત્મક પત્રો પરીપત્રો ઠરાવો સુધારાઓ માર્ગદર્શન મીટીંગો વિડીયો કોન્ફરન્સ રીવ્યુ પ્રવાસ વગેરે વખતે સક્ષમ અધીકારીઓ મંત્રીઓ દ્વારા લોકાભિમુખ વહીવટ અંગે ભાર મુકાતો હોય છે અસરકારક કામગીરી અંગે ભાર મુકાતો હોય છે. ઉચ્ચ અધીકારીઓના માર્ગદર્શનમા ડેપ્યુટી કલેક્ટરો તેમજ મામલતદારો તેમના કાર્યક્ષેત્ર હેઠળના પ્રાંત તેમજ તાલુકામા આ મુજબ વહીવટી સંચાલન કરે તો લોકોના પ્રશ્ર્નોના ઝડપી નિરાકરણ થઇ શકે છે આ જ બાબતને ભાણવડ ના નવનિયુક્ત મામલતદાર દક્ષાબેન રીંડાણીએ સાર્થક કરી છે આમ તો તેમને ચાર્જ સંભાળ્યો ત્યારથી “મેડમ બહુ કડક છે…..હો….કઇ ચલાવી નથી લેતા.એમને બસ -output જોઇએ” ની છાપ છે અને ત્રણ દાયકાથી વધુની તેમની ફરજ એ રીતે રહી હોઇ મામલતદાર તરીકે પણ સફળ કામગીરીમા આગળ ધપી રહ્યા છે તેમજ હાલનો યુગ ઝડપી કામગીરીનો છે તેમા તેઓ કદમતાલ મીલાવી રહ્યા છે તેમજ સ્ટાફને પણ અસરકારક કામગીરી માટે મોટીવેટ કરી રહ્યા છે તેમ દ્વારકા જિલ્લાના સમીક્ષકોનો અભિપ્રાય જાણવા મળ્યા છે..
આ પ્રજાલક્ષી વહીવટી કામગીરીની સમીક્ષાની બાબતોમા મહત્વના એવા રેશનકાર્ડ ઉપરના મળવાપાત્ર જથ્થા અંગે જરૂરીયાતમંદો માટે ખુબ ઉપયોગી કામગીરી થઇ છે તેનુ ઉદાહરણ જોઇએ તો ભાણવડ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગમાં અનાજની જરૂરિયાત ધરાવતા પરિવારો પ્રત્યે ખુબ જ સંવેદનાથી કામગીરી કરી અને ભાણવડ તાલુકામાં છેલ્લા થોડા જ સમયમાં સર્વે કરી અને આશરે 1000 કાર્ડ ધારકોને કે જેઓ ખરેખર ગરીબ પરિવારમાંથી આવે છે અને અનાજની જરૂરિયાત ધરાવતા હોય તેને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો(NFSA) હેઠળ આવરી લઇ યોજનાનો લાભ ગત જાન્યુઆરીમા આપેલ તેવીજ રીતે ભાણવડ શહેર તાલુકાના વધુ બીજા 1198 વધુ કાર્ડ આપવામા આવ્યા છે..
સરકારના નિયમ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ગામ દીઠ કુલ રેશનકાર્ડ ધારકોના 74% તથા શહેરી વિસ્તાર એટલે કે ભાણવડ શહેરમાં કુલ રેશનકાર્ડ ધારકોના 49% સુધી આ લાભ આપી શકાય જે મુજબ ભાણવડ તાલુકાના તમામ ગામોમાં કુલ રેશનકાર્ડ ધારકોના 74% અને ભાણવડ શહેરમાં કુલ રેશનકાર્ડ ધારકોના મોટાભાગના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આ લાભ આપી અને સરકારની આ યોજનાનો લાભ ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચાડી અને સરાહનીય કામગીરી કરેલ છે. આ સમગ્ર કામગીરી મામલતદાર ડી.એમ.રીંડાણી મેડમના માર્ગદર્શન હેઠળ પુરવઠા નાયબ મામલતદાર વીણાબેન બરંડા એ દિવસ-રાત જોયા વીના અથાગ મહેનત કરી અને સરકારની યોજનાનો લાભ છેવાડાના માણસોને મળે તે માટે સતત કામગીરી કરેલ છે