Mysamachar.in:રાજકોટ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહાશિવરાત્રી પર્વ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ઓખા અને સાબરમતી (જેલ બાજુ) વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
-ટ્રેન નંબર 09454/09453 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન [2 ટ્રીપ્સ]
-ટ્રેન નંબર 09454 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી, 2023 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:35 વાગ્યે સાબરમતી પહોંચશે.
-ટ્રેન નંબર 09453 સાબરમતી-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી, 2023 (ગુરુવાર) ના રોજ સાબરમતીથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.
-ટ્રેન નંબર 09453 અને 09454 માટે બુકિંગ 12 ફેબ્રુઆરી, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોએ www.enquiry.indianrail.gov.in સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.