Mysamachar.in-જામનગર:
મધુસુદન મસાલા લિમીટેડ તરફથી CSR અંતર્ગત સામાજીક ઉત્તર દાયિત્વના ભાગ રૂપે જનસેવાર્થે શ્રી સમાજ સેવક મહાવીર દળ – જામનગર સંચાલિત આદર્શ સ્મશાન – સોનાપુરી (સ્મશાન વ્યવસ્થા સમિતિ – જામનગર) ને એક નવી અંતિમયાત્રા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મધુસુદન મસાલા લિમીટેડના ડાયરેક્ટરઓ, દયાળજીભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, રીષિતભાઈ કોટેચા, હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરીયા, હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ સોનેચા દ્વારા શ્રી સમાજ સેવક મહાવીર દળ – જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર અને માનદ્દમંત્રી દર્શનભાઈ ઠક્કરને બસની ચાવીઓ અર્પણ કરીને આ અંતિમયાત્રા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ના પ્રમુખ જીતુભાઈ લાલ, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન, મુકુંદભાઈ સભાયા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સંજયભાઈ ભંડેરી, જયેશભાઇ સાવલીયા, હાપા વેપારી અગ્રણી અનિલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતિયા, કલ્પેશભાઈ બારાઇ, ભરતભાઈ સોનૈયા, મનસુખભાઇ સાવલિયા, શિવુભા ભટી તેમજ સંસ્થાના સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ અમરભાઈ ગોંદિયા, કારોબારી સભ્ય વિશ્વાસભાઈ ઠક્કર, કલ્પેશભાઈ મહેતા, વિવેકભાઈ રામાણી, દિવ્યેશભાઈ દાવડા, તેજભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.