Mysamachar.in-સુરેન્દ્રનગર
આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈ-વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેરની અથડામણમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા 30 થી વધુ મુસાફરો સવાર હતા તેનો આબાદ બચાવ થયો છે,