Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના અમુક મુખ્ય અને અમુક આંતરિક રોડના કામ અંગે અવાર નવાર ફરિયાદો જિલ્લા કક્ષાએ ઉઠે છે, છતાય તંત્ર સુધરતુ નથી કેમકે સ્ટેટ અને પંચાયત બંને પી.ડબલ્યુ.ડી. ની નિષ્ક્રીયતા અને કથળેલા વહીવટના કારણે રોડના કામ જોનાર કોઇ જ નથી અને માત્ર કોન્ટ્રાક્ટરના બીલ જલદી પાસ થાય તે કામને કોઇ "ખાસ કારણસર" ટોચ અગ્રતા અપાય છે, જિલ્લામા ૩ ડઝન નાના-મોટા રોડના નબળા કામ છેલ્લા એક વર્ષમા થયાનુ તારણ દરેક મીટીંગોની ફરિયાદોના તારણ ઉપરથી જાણવા મળે છે,ત્યારે પ્રશ્ર્ન એ છે કે નબળુ કામ શા માટે? સ્પેશી ફીકેશન જોવાતા જ નથી અને સ્ટેટ અને પંચાયત પીડબલ્યુડી આરામ કરે છે, કેમ કે ચકાસણી કરનાર એજન્સી સરકારની છે, તે ચકાસી લેશે તેમ માની જવાબદારો જતા જ નથી તો વળી આ એજન્સીઓ ઉપરીને રિપોર્ટ નથી કરતા છતાય કોઇ પુછનાર નથી…! અને એકંદરે પ્રજાના પૈસાનું પાણી થાય છે,
-ગ્રામીણ આંતરિક રસ્તાઓ ના થઇ રહેલા અને થતા કામો જોવા જેવા..
કહેવાય છે કે ગ્રામીણ પંથકમાં ગેરરીતિઓ આચરવા મોકળું મેદાન મળી જાય છે, એટલે જે જે અંતરિયાળ જેવા ગામો આસપાસ રોડરસ્તાના તાજેતરમાં થયેલા કે હાલમાં ચાલી રહેલા કામોની ગુણવતા લોટ પાણી ને લાકડા કરતા પણ ખરાબ હોય છે.